શેર-એ-પંજાબ મહારાજા રણજિતસિંહ




મહારાજા રણજીતસિંહ શેર-એ-પંજાબ નામથી પ્રસિદ્ધ છે. રણજીતસિંહ એવા વ્યક્તિ હતા કે જેમણે પંજાબને એકજુટ કરીને રાખ્યું હતું. તેઓ તેમનાં જીવન દરમિયાન અંગ્રેજોને તેમનાં સામ્રાજ્યની આસપાસ આવા દીધા નહોતા.

રણજીતસિંહનો જન્મ બ્રિટીશ ભારતનાં ગુજરાનવાલામાં થયો હતો. તે દિવસોમાં પંજાબમાં શીખો અને અફઘાનોનું રાજ હતું. રણજીતસિંહનાં પિતા રાજનૈતિક શીખ ક્ષેત્રનાં કમાન્ડર હતા. નાની ઉંમરે શીતળાનાં કારણે એક આંખે અંધ થઇ ગયા હતા. ૧૨ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતા રાજપાટની બધી જવાબદારી તેમના પર આવી ગઈ.

૧૨ એપ્રિલ, ૧૮૦૧ના રણજીતસિંહને મહારાજાની પદવી ઘારણ કરી લાહોરને રાજધાની બનાવી. મહારાજાને અફઘાનો સામે ઘણા યુદ્ધ કરી તેમણે પશ્ચિમ પંજાબ તરફ લઇ ગયા. ત્યારબાદ તેમણે પેશાવર, જમ્મુ-કશ્મીર અને આનંદપુર પર અધિકાર કર્યો.

પ્રથમ આધુનિક ભારતીય સેના ‘શીખ ખાલસા સેના’ ગઠિત કરવાનું શ્રેય તેમને જાય છે. એમનાં રાજ દરમિયાન પંજાબ બહુ શક્તિશાળી હતું. તેથી લાંબા અરસા સુધી તેમણે અંગ્રેજોને પંજાબ પર કબજો કરવા દીધો નહોતો. બ્રિટિશ ઇતિહાસકાર જેટી વ્હીલરનાં કહેવા અનુસાર, જો તેઓ એક પેઢી જુના હોત તો તેમણે આખું હિન્દુસ્તાન જીતી લીધું હોત.

કિંમતી હિરા કોહિનૂર મહારાજાના ખજાનાની રોનક હતો. ૨૭ જૂન,૧૮૩૯માં રણજીતસિંહનું મૃત્યુ થયું. લાહોરમાં તેમની સમાધિ બનાવવામાં આવી. તેમના મૃત્યુ પછી અંગ્રેજોએ પંજાબ પર કબજો કર્યો ને કોહિનૂરને ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા પાસે લઇ જવાયો.

Comments