ગુજરાતનાં ગૃહઉદ્યોગ

પ્રાચીનકાળથી જ ગુજરાત પટોળા, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, લાકડાનાં કોતરકામ, રંગાટીકામ અને ભરતકામ માટે પ્રખ્યાત છે.


Ø પટોળા

સદીઓથી ગુજરાતનાં પટોળા પ્રખ્યાત છે. તેમનાં ઉત્પાદન માટે પાટણ શહેર પ્રખ્યાત ગણાય છે. પટોળાનાં વણકરો વાસ્તવમાં ભૂમિતિશાસ્ત્રીઓ ગણાય. રંગોને પારખી આ કારીગરો તાણા-વાણાનાં માધ્યમથી વિવિધ આકારોને ઉપસાવે છે. વર્તમાન સમયમાં પાટણમાં અત્યંત મોઘી પટોળા સાડી બનાવવા માટે માત્ર ત્રણ જ કુટુંબ રહ્યા છે.

Ø મશરૂ

રેશમ તથા સૂતરનાં ઘણાં રંગનાં પટાવાળા કાપડને મશરૂ તરીકે ઓળખવામાં આવે છે. પાટણ શહેરમાં ખાતરી અને શેખ મુસ્લિમ પરિવાર તેમજ ઊંઝામાં પટેલ કારીગરો આવું કાપડ તૈયાર કરે છે. તેમાં સોનેરી, લાલ, લીલો, પીળો રંગ વપરાય છે.

Ø અકીકની વસ્તુઓ

પ્રાચીનકાળથી જ વલભી અને ખંભાતમાં અકીકનો ઉદ્યોગ પ્રચલિત છે. અકીકનાં પથ્થરો ભરૂચનાં બાવા ઘોરની ખીણમાંથી મળી આવે છે. છરી તેમજ ખંજરનાં હથાઓ, તલવારની મૂઠ, વીંટી, પ્યાલા-રકાબીઓ, કલમ, ખડિયો, પેપર વેઈટ વગેરે અકીકનાં પથ્થરોમાંથી બંને છે. તેમની નિકાસ આફ્રિકા, યુરોપ અમે મધ્ય એશિયાનાં દેશોમાં થાય છે.

Ø કાષ્ઠકળા

લાકડા પર કોતરકામ અને લખ્કમ એ ભારતીય કળાકારીગરીની એક આગવી વિશેષતા છે. ભારતમાં આ કળા ગુજરાત, રાજસ્થાન તેમજ અન્ય સ્થળોએ વિકસેલી જોવા મળે છે. ગુજરાતમાં પ્રભાસપાટણ ખાતેથી આશરે ૩૫૦ વર્ષ પૂર્વે થયેલું કોતરકામ પ્રાપ્ત થયું છે; જે ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલાં વાસ્તુશાસ્ત્ર અનુસાર થયું હતું.

ભારતભરમાં હાલ વડોદરાનાં સંખેડા અને પોરબંદરનાં ધોરાજી ખાતે થયેલું લાખકામ પ્રખ્યાત છે. સંખેડામાં લાકડાઓનાં પારણા, માંચીઓ, પલંગ, હિંડોળા, બાજઠ, કબાટ વગેરે જેવાં વિવિધ પ્રકારનાં મનોહર ફર્નિચર બંને છે.

Ø ભરતકામ

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોચી, જત, મતવા, લોહાણા, આહારી, કાઠી, રબારી, કણબી, વણિક, સિંધી મહિલાઓ ભરતકામ કરે છે.





Ø ધાતુકામ

ધાતુકામ માટે શિહોર, વધવાન, જામનગર, ધાંગધ્રા, જામનગર, વિસનગર વગેરે શહેરો જાણીતાં છે. જામનગર, અંજાર, માંડવી, ભુજ વગેરે શહેરો સૂડી, ચપ્પુ, તાળા માટે જાણીતાં છે. રાજકોટ અને ભુજ શહેર સોના-ચાંદીનાં કલાત્મક આભૂષણો માટે જાણીતાં છે. આ સિવાય કચ્છમાં રાખદાની, પાનદાની, ફૂલદાની અને અત્તરદાની પણ બંને છે તેમજ રાજકોટમાં મીનાકામ અને હીરામોતી જડેલાં આભૂષણો પણ બંને છે.
 
Ø માટીકામ

સદીઓથી કુંભારો ઇંટો, નળિયા, માટલા, કુલડી, કોડિયા વગેરે બનાવતાં આવ્યા છે. આદિવાસીઓ સપાટ નળિયા, ઘોડા ને ખત્રીદેવની મૂર્તિઓ બનાવે છે. થાનમાં માટીનાં રમકડા બંને છે. થાન, શિહોર, વાંકાનેર, મોરબી વગેરે શહેરોમાં ચિન્નાઈ માટીનાં પ્યાલા-રકાબીઓ, બરણી, સેનેટરીવેર વગેરે બંને છે.

Ø કિનખાબ

સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતાં રેશમી કાપડને કિનખાબ તરીકે ઓળખવામાં આવે છે. તેમનાં કેન્દ્રો અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટણ, વિસનગર, ઊંઝા વગેરે છે. આવાં કાપડનો ઉપયોગ રાજવી કુટંબો અને મેમણ કોમ વધારે વાપરે છે.

Ø સુજની

તેમનો ઉદ્યોગ ભરૂચમાં આવેલો છે. સુજની એ એવાં પ્રકારની રજાઈ છે, જેમાં એક પણ ટાંકો લીધા વિના વણાટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે.

Ø તણછાઈ

તણછાઈનું કાપડ એ સુરતની વિશિષ્ટતા છે. રેશમી કાપડ પર એક બાજુ સિંહ, હાથી વગેરેની છાપ પાડવામાં આવે છે. 

Comments