લેડી ખલી : કવિતા દલાલ WWEમાં હિસ્સો લેનાર પહેલી ભારતીય મહિલા બનશે

WWE રિંગમાં કદમ રાખવા જઈ રહેલ કવિતા જાલંધરમાં ખલીની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે આ માટે તે ઘણી જ મહેનત કરી રહી છે.





WWEમાં પસંદ થનાર પહેલી ભારતીય મહિલા પહેલવાન કવિતા દલાલ એશિયાઈ ખેલોની સુવર્ણ પદક વિજેતા રહી ચુકી છે. તે ચર્ચા માં ત્યારે આવે જયારે તેમણે પહેલવાન બુલબુલને રિંગમાં ચેતવણી આપી દીધી.

દરઅસલ થયું એ કે ૧૩ જૂન ૨૦૧૬નાં કવિતા જાલંધરમાં પોતાનાં ચાર વર્ષીય છોકરા માટે ખીલ કે રેસલિંગ શો જોવા આવી હતી. ત્યાં દિલ્લીની પહેલવાન બુલબુલ રિંગમાં ઉભી રહી ફાઈટ માટે ભીડને લલકારી રહી હતી; પરંતુ કોઈ તેમની સામે લડવા ન આવ્યું. એવામાં કવિતા દલાલ તેમને ચૂનોતી આપવા આગળ આવી ગઈ. આ સમયે તે સલવાર પહેર્યો હતો; નહિ કે કોઈ રેસલરની જેમ કોસ્ચ્યુમ. તેમ છતાંય કવિતા એ રિંગમાં બુલબુલની જમકર ધુલાઇ કરી. પરિણામ એ આવ્યું કે સ્ટાફને વચ્ચે બચાવા માટે રિંગમાં આવવું પડ્યું. આ પછી ખલીએ તેમને ફરીથી પોતાનાં શો ધ ગ્રેટ ખલી રિટર્નમાં ઇન્વાઇટ કર્યા. આમ કવિતાએ અમેરિકન રેસલર નટરિયા, જિમી જેમ અને એટીનાને હરાવી સનસની મચાવી દીધી.

WWEની રિંગમાં કદમ રાખવા જઈ રહેલ કવિતા જાલંધરમાં ખલી એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે. આ માટે તે રોજ ૮ કલાક મહેનત કરે છે. આ વિશે કવિતાએ કહ્યું છે કે, ‘હું WWEમાં મહિલા ટુર્નામેન્ટમાં પહોચનાર પહેલી ભારતીય બની ગર્વ મહેસુસ કરું છું. મને ઉમ્મીદ છે કે આ મંચનો ઉપયોગ હું અન્ય મહિલાને પ્રેરિત કરવાં માટે કરું’ બતાવી દઈએ છીએ કેWWEમાં મેઇ યંગ ક્લાસિક ટુર્નામેન્ટનું આયોજન ૧૩ -૧૪ જુલાઈનાં ફ્લોરીડાનાં ઓરલેંડોનાં ફુલ સેલ લાઈવમાં હશે.

Comments