ત્રિપુરાનાં બલિદાની સ્વયંસેવક


વિશ્વભરમાં ફેલાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કરોડો સ્વયંસેવક માટે ૨૮ જુલાઈ, ૨૦૦૧નો દિવસ કાળા દિવસ તરીકે સિદ્ધ થયો. આ દિવસે ભારત સરકારે સંઘનાં ચાર વરિષ્ઠ કાર્યકર્તાના મૃત્યુની વિધિવત ઘોષણા કરી દીધી, જેમનું અપહરણ ૬ અગસ્ત, ૧૯૯૯નાં ત્રિપુરા રાજ્યના 'વનવાસી કલ્યાણ આશ્રમ'ના આંતકવાદીઓએ કર્યું હતું.


તેમાં સૌથી વરિષ્ઠ હતા ૬૮ વર્ષીય શ્રી શ્યામલકાંતિ સેનગુપ્તા. તેમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશના સુપાતલા ગામમાં થયો હતો. વિભાજન બાદ તેઓ અસમનાં સિલચરમાં આવીને વસી ગયા. મેટ્રિકનાં અભ્યાસ સમયે સિલચરના પ્રચારક શ્રી વસંતરાવ તથા ઉમારંજન ચક્રવતીનાં સંપર્કથી તેઓ સ્વયંસેવક બન્યાં. ત્યારબાદ ડિબ્રૂગઢ તથા શિવસાગરમાં જીવન વીમા નિગમની નોકરી પ્રાપ્ત કરી. તેઓ નોકરીની સાથે સંઘકાર્યમાં પણ સક્રિય હતા.


બીજા કાર્યકર્તા હતા ઉલટાડાંગામાં ૧૯૫૩માં જન્મેલ શ્રી દીનેન્દ્રનાથ. તેમના પિતા દેવેન્દ્રનાથ પોસ્ટમાં કર્મચારી હતા. પછી તેઓ સોનારપુરમાં રહેવા લાગ્યા અને ૧૯૬૩માં અહીંની 'વૈકુઠ શાખા'માંથી સ્વયંસેવક બન્યા. પ્રચારકનાં રૂપમાં તેઓ બ્રહ્મપુરનગર, મુર્શિદાબાદ, બાંકુડા તથા મેદિનીપુર જિલ્લામાં પ્રચારક રહ્યા. ત્યારબાદ વિભાગ પ્રચારક, પ્રાંતીય શારીરિક પ્રમુખ રહીને વનવાસીઓની સેવા રહ્યા.


ત્રીજા કાર્યકર્તા હતા મેદિનીપુર શાખાનાં ૫૧ વર્ષીય સ્વયંસેવક શ્રી સુધામય દત્ત. સ્નાતક શિક્ષા બાદ તેઓ જિલ્લા પ્રચારક બન્યાં. પહેલા હુંગલીનાં ચંચુડાનગર ત્યારબાદ માલદા જિલ્લાના પ્રચારક બન્યા. તેમણે પત્રકારિતામાં રુચિ હોવાનાં કારણે કોલકત્તાથી પ્રકાશિત'સ્વસ્તિકા' સપ્તાહનાં મેનેજર બનાવવામાં આવ્યાં. અપહરણ સમયે તેઓ અગરતલા વિભાગમાં પ્રચારક હતા.


ચૌથા હતા ૩૮ વર્ષીય યુવા કાર્યકર્તા શુભંકર ચક્રવર્તી. તેઓ વર્ધમાન જીલ્લાના કાલના તથા કારોયાતમાં કામ કર્યા બાદ તેમને ત્રિપુરા મોકલવામાં આવ્યાં હતા. આ બધાના મૃત્યુની સુચના સ્વયંસેવકો અને તેમના પરિવાર માટે આઘાતજનક હતી. આ ચારેયનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી અને વિધિવત અંતિમ સંસ્કાર કે અંતિમ ક્રિયા પણ કરી શકાઈ નથી.

Comments