વિશ્વના ઈતિહાસમાં સૌથી ઉંચાઈ પર લડાયેલ યુદ્ધ - કારગિલ યુદ્ધ




૧૯૪૭માં ભારત આઝાદ તો થયો પણ આ આઝાદી પાકિસ્તાનથી અલગ થઈને મળી. પાકિસ્તાન ભારતથી અલગ તો થયો પણ તેની નાપાક માંગ ‘કશ્મીર’ જે ભારતની શોભાનું તાજ બની ગયું હતું. ઘણા વર્ષો સુધી પાકિસ્તાને ‘કશ્મીર’ પર કબજો કરવાની કોશિશ કરી પણ સફળ થયા નહિ.


૧૯૯૯માં થયેલ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનીઓને એવી હાર આપી કે ફરીથી પાછું વળીને જોયું પણ નહી. ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ મે ૧૯૯૯માં શરૂ થયું હતું જે બે મહિના ચાલ્યું હતું. ભારતીય સેના ૨૬ જુલાઈ, ૧૯૯૯ના કશ્મીરના કારગિલ જિલ્લામાં ઘૂસણખોરો દ્વારા કબજે કરાયેલ ઊંચી રક્ષા ચોકી ઉપર નિયંત્રણ મેળવવામાં સફળ થયા હતા. તેથી ભારતીય સેનાના આ વિજયને ‘ઓપરેશન વિજય’ નામ આપવામાં આવ્યું હતું.


સ્વતંત્રતાનું પોતાનું એક મુલ્ય હોય છે, જે વીર સૈનિકોના રક્તથી ચુકવવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના ૫૨૭થી વધુ સૈનિકો શહીદ થયા અને ૧૩૦૦થી વધારે ઘાયલ થયાં. તેમાં મોટાભાગનાં યુવાનો હતા કે, જેમણે પોતાની યુવાનીના ૩૦ વર્ષ પણ નહોતા જોયા.


આ શહીદોએ ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનની પરંપરા નિભાવી, જેની પ્રતિજ્ઞા તેઓ તિરંગાની સમક્ષ લીધી હતી. ઓપરેશન વિજયની સફળતા બાદ ભારતીય સેનાની વીરતાને હંમેશા યાદ રહે એ માટે દરવર્ષે આ દિવસને ‘વિજય દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વના ઈતિહાસમાં કારગિલ યુદ્ધ સૌથી ઉંચાઈ પર લડાયેલ યુદ્ધ છે.

Comments