પત્રકાર પ્રભાસ જોશી




પત્રકાર પ્રભાસ જોશીનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૩૭ના મધ્યપ્રદેશના માળવા ક્ષેત્રમાં થયો હતો. વિદ્યાર્થી જીવનથી જ તેઓ ગાંઘીજી, વિનોબા અને સર્વોદય સમાચાર સાથે જોડાઈ ગયા હતા. વિનોબાની સાથે રહીને ભૂદાન ચળવળમાં સાથ આપ્યો.


સર્વોદય અખબાર હિન્દી અને અંગ્રેજી ભાષામાં સમાચારપત્ર પ્રકાશિત કરતું હતું. તેમના લેખમાં તેઓ સ્થાનીય લોકભાષાના શબ્દોનો ખુબ ઉપયોગ કરતાં. ૧૯૮૩માં એક્સપ્રેસ સમુહે જોશીને તંત્રીપદે રાખીને ‘જનસત્તા’ પ્રકાશિત કર્યું. શુદ્ધ અને સરળ ભાષામાં હોવાને કારણે તરત જ લોકપ્રિય થઈ ગયું. મર્મભેદક તથા રમુજી શીર્ષકને કારણે તેમના લેખો વાંચનીય હતા.


તેમણે કટોકટીનો ભારપૂર્વક વિરોધ કર્યો. રામમંદિર આંદોલન સમયે તેઓ વિશ્વ હિંદુ પરિષદ અને સરકાર વચ્ચેની કળી બની ગયા, પરંતુ ૬ ડીસેમ્બર, ૧૯૯૨ના અચાનક હિંદુ યુવાઓના આક્રોશથી બાબરી ઢાંચો તૂટી ગયો. એનાથી તેમને અપમાનજનક લાગ્યું અને તેઓ સંઘના વિરોધી બની ગયા. જનસત્તામાં ધીરે ધીરે વામપંથી પત્ર બની ગયું અને તેની લોકપ્રિયતા ઘટતી ગઈ.


કબીર, ક્રિકેટ અને કુમાર ગંધર્વના શાસ્ત્રીય ગીત તેમને પ્રિય હતા. ૫ નવેમ્બર, ૨૦૦૯ના હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતની હારથી તેમને હદયમાં ઝટકો લાગ્યો અને તેમનું અવસાન કરવું.

Comments