૨૦૨૬ સુધી ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની જશે


  • ભારત ૨૦૨૬ સુધી વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની જશે. સાથોસાથ વૈશ્વિક સ્તર પર સૌથી વધારે ઘઉંનાં ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થશે. આ વાત સંયુક્ત રાષ્ટ્ર અને ઓઈસીડીનાં રીપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
  • આગલાં દશકામાં વિશ્વની આબાદી ૭.૩ અરબથી વધી ૮.૨ અરબથી વધારે થઈ જશે. આ આબાદીનો ૫૬% હિસ્સો ભારત અને ઉપસહારા અફ્રીકી ઇલાકોમાં હશે. આબાદી વધવાનાં કારણે આ ક્ષેત્ર વિશ્વનું સૌથી વધારે માંગ પેદા કરનાર સ્થાન હશે.
  • ભારતની જનસંખ્યા ૧.3 અરબથી વધીને ૧.૮ અરબ થઈ જશે અને વર્ષ ૨૦૨૬ સુધી ભારત ચીનને પાછળ છોડી વિશ્વમાં સૌથી વધુ આબાદી ધરાવનાર દેશ બની જવાનું અનુમાન છે. આ રીપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ૨૧મી સદીની શરૂઆતનાં જ ૨૫ વર્ષોમાં ભારત વિશ્વનો સાથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની જશે. રીપોર્ટ અનુસાર ૨૦૨૬માં ભારતનું દૂધ ઉત્પાદન ૪૯% વધી જશે. સાથે જ ૨૦૧૭-૨૬ દરમિયાન ઘઉં ઉત્પાદનમાં ૧૧% વૃદ્ધિ થશે અને તેનાં વાવેતર વિસ્તારમાં ૧.૮%ની વૃદ્ધિ થવાનું અનુમાન છે. 
  • ક્ષેત્રીય અને વૈશ્વિક આધાર પર ભારતમાં ચીન ઉત્પાદનમાં સૌથી વધુ વૃદ્ધિ થશે. ત્યારબાદ પાકિસ્તાન અને ચીન રહેશે. રીપોર્ટ અનુસાર ૨૧મી સદીનાં પહેલા ક્વાર્ટરમાં ભારત દૂધ ઉત્પાદનનાં મામલામાં ત્રણ ગણું થઇ જશે. આ રીતે તેમાં ૪૯% સુધીની ગ્રોથ થશે. ભારત દૂધ ઉત્પાદનનાં મામલામાં યુરોપિયન યુનિયનને પાછળ કરી દેશે, જે ફિલહાલ સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરે છે.


Comments