તબલા વાદક જાકીર હુસેન

ઉસ્તાદ જાકીર હુસેનનો જન્મ ૯ માર્ચ ૧૯૫૧ના થયો હતો, જે ભારતના સૌથી પ્રસિદ્ધ તબલા વાદક તરીકે જાણીતા છે. તેમને ૨૦૦૨માં ભારત સરકાર દ્વારા કળા ક્ષેત્રે પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા. જાકીર હુસેને બાળપણ મુંબઈમાં જ વિતાવ્યું. ૧૨ વર્ષની ઉંમરથી જ તે સંગીતની દુનિયામાં પોતાનાં તબલાનો અવાજ વિખેરવાનું શરૂ કરી દીધું. પ્રારંભિક શિક્ષણ અને કોલેજ બાદ જાકીર હુસેને કળા ક્ષેત્રે પોતાને સ્થાપિત કરવાનું શરુ કરી દીધું. તેમનો પહેલો આલ્બમ ૧૯૭૩માં લિવિંગ ઇન દ મટીરીયલ્સ વર્લ્ડ આવ્યો હતો. ત્યારબાદ તે ઠાની લીધું કે તે પોતાનાં તબલાનો અવાજ દુનિયાભરમાં વિખેરશે.



    ૧૯૭૩થી ૨૦૦૭ સુધી જાકીર હુસેને વિભિન્ન અંતરરાષ્ટ્રીય સમાંરભ અને આલ્બમમાં પોતાનાં તબલાંનો દમ દેખાડતાં રહ્યા. તે ભારતમાં તો ઘણા પ્રસિદ્ધ છે, સાથે સાથે વિશ્વનાં વિભિન્ન હિસ્સામાં પણ સમાન રૂપથી લોકપ્રિય છે. ૧૯૮૮માં જયારે તેમને પદ્મ શ્રીનો પુરષ્કાર મળ્યો ત્યારે તે માત્ર ૩૭ વર્ષનાં હતા અને આ પુરસ્કાર મેળવવા વાળા સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ હતાં. આજ રીતે ૨૦૦૨માં સંગીત ક્ષેત્રમાં યોગદાન માટે પદ્મ ભૂષણનો પુરસ્કાર પણ મળ્યો હતો. ૧૯૯૨ અને ૨૦૦૯માં સંગીતનો સૌથી પ્રતિષ્ઠિત પુરષ્કાર ગ્રૈમી અવોર્ડ પણ મળ્યો હતો.

Comments